વ્હાલી આઝાદી સૌને,
ન વ્હાલું બંધન કોઈને,
હોય પશુ પક્ષી કે માનવ જાત
છે એ બાબતે બધા એક મત,
જાણે સમજે કિંમત આઝાદીની,
તોય બંધન માં રાખે પશુ પક્ષી ને,
આનંદ આવે બંધી બનાવવામાં,
ન વર્ણવી શકે પશુ પક્ષી પોતાની વ્યથા
રાખે એમને ઘરમાં કરે મનુષ્ય પોતાના શોખ પૂરા....