Gujarati Quote in Poem by Akshay Bavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાવ હું પણ બની જાઉ એક દિવસ માટે દેશભક્ત

વીરગતિ પામેલા ક્રાંતિકારીઓ ને માત્ર આજે યાદ કરી ને,
લાવ હું પણ બની જાઉ એક દિવસ માટે દેશભક્ત.

કાલે ભલે મારા દેશ ની શાન,મારો તિરંગો અપમાનિત સ્થિતિ માં રસ્તા માં પડ્યો હોય તો પણ,
લાવ હું પણ બની જાઉ એક દિવસ માટે દેશભક્ત.

દેશભક્તિ ને બાજુ માં મૂકી ને ચીની સમાન ખરીદી મારા જવાન ની મોત નું ભંડોળ પૂરું પાડી ને,
લાવ હું પણ બની જાઉ એક દિવસ માટે દેશભક્ત.

માત્ર મારા દેખાડા માટે વિદેશી બ્રાન્ડ ને ધનિક બનાવી મારા દેશ ને પાયમાલ કરી ને,
લાવ હું પણ બની જાઉ એક દિવસ માટે દેશભક્ત.

મારી જન્મભૂમિ માં ભારત ને ખરાબ કહી આખું વરસ વિદેશ ના ગુણગાન ગઈ ને,
લાવ હું પણ બની જાઉ એક દિવસ માટે દેશભક્ત.

આવા કડવા શબ્દો વાંચ્યા છતાં તેને નજરઅંદાજ કરી ને,
લાવ હું પણ બની જાઉ એક દિવસ માટે દેશભક્ત.

લી. અક્ષય બાવડા "અક્ષ"

જય હિન્દ
જય ભારત

Gujarati Poem by Akshay Bavda : 111742033
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now