સ્વ+તંત્ર એટલે પોતાનું તંત્ર અને સ્વતંત્રતા એટલે તન અને મન પર ફક્ત અને ફક્ત પોતાનું જ એક ચક્રી શાસન.......
ભલે તે સ્વતંત્રતા પંખીની હોય....
તોફાન કરવાની બાળકની બાળ સહજ ઇચ્છા હોય..... માનસિક સ્વતંત્રતા કે....... પછી જીવનના સંધ્યાકાળમાં પોતાના જ ભૂતકાળના સુખી જીવનના સંસ્મરણોમાં થી અમુક ટુકડાઓને ફરીથી પોતાની મેળે જીવી લેવાની અદમ્ય અભીપ્સા.....
સ્વતંત્રતા એટલે આઝાદી.....
સ્વતંત્રતા એટલે ગાંધીજી ના જીવન નો સમાનાર્થી શબ્દ.....
સ્વતંત્રતા એટલે ઉડવાની મહેચ્છા.....
સ્વતંત્રતા એટલે વિચાર વાણી અને વર્તન માટે ખુલ્લું આકાશ......
સ્વતંત્રતા એટલે પ્રકૃતિના તત્વો.....
સ્વતંત્રતા એટલે ક્ષિતિજ......
સ્વતંત્રતા એટલે મૃગજળ......
સ્વતંત્રતા એટલે મનગમતી શુદ્ધ હવા......
સ્વતંત્રતા એટલે વૈચારિક ક્રાંતિ.....
ખ્યાતિ થાનકી
HAPPY INDIPENDENCE DAY 🌹