"હેપ્પી બર્થ ડે ટુ ઇન્ડિયા"
# # # # # # # # # #
આજ ને આમ જ આવતો રહે જન્મદિન સલોસાલ ;
એક સાથે સૌ મળીને કહીએ હેપ્પી બર્થ ડે ટુ ઇન્ડિયા
ઉત્સવ મનાવીએ નાચીએ ગાઈએ મિલાવી તાલમાં તાલ ;
એક સાથે સૌ મળીને કહીએ હેપ્પી બર્થ ડે ટુ ઇન્ડિયા
એકતાની બનીએ જંજીર ને રક્ષા કાજે બનીએ ઢાલ ;
એક સાથે સૌ મળીને કહીએ હેપ્પી બર્થ ડે ટુ ઇન્ડિયા
ઈંટનો જવાબ પત્થરથી આપીએ દુશ્મન જો કરે સવાલ ;
એક સાથે સૌ મળીને કહીએ હેપ્પી બર્થ ડે ટુ ઇન્ડિયા
" Bન્દાસ " થૈ જઈએ શહીદ છે ભારત માતાનો એટલો વ્હાલ ;
એક સાથે સૌ મળીને કહીએ હેપ્પી બર્થ ડે ટુ ઇન્ડિયા
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી