માઇક્રોફિક્શન
-----------------
" સન્માન "
********
ગંતવ્ય રથળની ગાડીને હું રોકી ના શક્યો એટલે હું ખુદ રોકાઈ ગયો . પણ , કર્ણપટલ પર "જન ગણ મન" શબ્દો અથડાતાં તો હું " સ્ટેચ્યુ " માફક ચોંટી ગયો . મને જોઈને અન્ય લોકો પણ ૫૮ સેકંડ સુધી હલ્યા નહિ . અણમોલ ક્ષણને મેં જવા ના દીધી એટલે સમય પણ મારો વધારે બગડ્યો નહિ ને હું ત્યાંથી ' છૂમંતર ' થઈ ગયો . રાષ્ટ્ર કાજે મારા સમયનું બલિદાન એળે ના ગયું .
સન્માને સાચવ્યું સન્માન મારું
🕢 🇮🇳 " જય હિન્દ " 🇮🇳🕢
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી