દુનિયા થી છુટો પડી જાવ તો પાછો ખેંચી લાવે છે તારો સાથ...
મુશ્કેલી પડી હારી જાઉં છું તો જીતાડી દે તારો સાથ...
આથમતા સુરજને ઢળતા જ રોશનીમાં યાદ આવે છે તારો સાથ...
મારા અધુરા રહી ગયેલા સપના ને પુરા કરે છે તારો સાથ...
તારો સાથ મારો શ્વાસ મારૂ અસિતત્વ..
તારો સાથ મારા હોવાનો અહેસાસ...
તારો સાથ દુનિયા થી થાકી ગયા બાદ વિરામ સ્થળ...
તું અને તારો સાથ મારા માટે ખજાના સમાન..