Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ભજીયા" એટલે આપણા ,ગામડામાં તો કંઇક નવીન વાનગી,અહી શહેરમાં લોકો પીઝા પાર્ટી કરે,અને આપણે ત્યાં ભજીયા પાર્ટી...

ગામડામાં નાના હોય કે ,મોટા બધાને વ્હાલા ભજીયા,પછી એમાં કોઈપણ માવો ભરેલા હોય ,પણ ભજીયાની તો વાત જ અનેરી!!
ભજન હોય,કે પછી લગ્ન હોય,કે કોઈ પણ તહેવાર હોય ભજીયા વિના બધાંજ તહેવાર ફિક્કા લાગે હો!...
ગામડામાં એકના ઘરે કડાઈ મુકાઈ હોય, બજીયા બનાવવા અને એની સુગંધ શેરી સુધી પહોંચી જાય,અને ભજિયાં બનતા હોય,તે ઘરની લોકો મુલાકાત લેતા જાય,ખબર હોય! કે એકાદ ચાખવા તો મળવાનું જ છે!!
ગામડાના લોકોના દિલ પણ ભોળા,એમને બનાવેલ ભાજિયમાં ઘણા બધા ચાખી જાય,પણ મોઢું, હસતું અને ભાજિયું પચતું....

🌹આભાર🌹

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111741231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now