હા, હું પટેલ
પહાડ ચીરીને પોચા બનાવે એ પટેલ..
કણમાંથી મણ કરી જાણે એ પટેલ..
દાતારીનો દીવડે ઉજાસ પાથરે એ પટેલ..
બંધ મુઠ્ઠીએ ગામના ગમ ખાય એ પટેલ..
જરૂર પડ્યે હળ ને બળ ચલાવે એ પટેલ..
ધરતીની જાજમે ખુલ્લા પગે ચાલે એ પટેલ..
આકાશને ઓઢી આંખો મિંચતો એ પટેલ...
દેશ-વિદેશે જેના નામે ડંકા વાગે એ પટેલ..
"સહજ" પારકાને પોતિકા કરી જાણે એ પટેલ..
શિતલ માલાણી "સહજ"
જામનગર
-શિતલ માલાણી