હૈયા ની હાટડી એ હામ લઈ ને આવ્યો છું
મોંધી મુલી જીંદગીમાં નવરાશ લઈ ને આવ્યો છું
કાવા-દાવા ની દુનિયા માં પ્રેમ લઈ ને આવ્યો છું
મળશે કોઈ મારું મને એ આશ સાથે આવ્યો છું
પ્રેમ તણી વાવણી માટે કાળજી જેવું પાણી સાથે લાવ્યો છું
કોઈ શું કહેશે ની ભેદરેખા સામે આત્મસમ્માન સાથે આવ્યો છું
ઘેઘૂર પડે સાદ એવા હુંકાર સાથે આવ્યો છું
પહેલા વરસાદ ની માટી ની સોડમ સાથે લાવ્યો છું
✍️ Aj.....