માં- બાપ ના સપના
_______________
તુજ જીવન મંજીલ ખૂબ લાંબી છે,પપ્પા ઘોડો થઈ ને આવ્યા છે,
મુજ ખભ્ભા પર બેસી જજે,તારે તોડવા આસમાન ના ચાંદ તારા છે.
કંટકો હું વીણતો જાઉં છું, અહીં જીવન માર્ગ નાં રસ્તા ખૂબ ભારી છે,
અધ્ધ રસ્તે મહાસાગર માં હાફ્યો છું,પણ તુજ માટે સેતુ બનાવ્યો છે.
ભલે મુજ આંસુ થી, મહાસાગર થતો ખૂબ ખારો છે,
તાપ તડકા નાં મુજ પસીના થી, મેં મીઠાં વાદળ ભર્યા છે.
સપના ઓ જે જોયાં હરેક માં બાપે , એ મેં અહી લખ્યા છે,
મુજ રેખા ઓ હવે થઈ છે પુરી, તુજ ભાગ્ય રેખા થી રથ જોડ્યા છે.
જે દીપ હું જલાઉ છું ,એ જ્યોત માં મુજ જીવન નાં સપના પ્રભુ એ મોકલ્યા છે,
અમ અંધારા જીવન માં ,પ્રભુ એ પ્રકાશ નાં કિરણો મોકલ્યા છે.
તુજ જન્મ નાં સંદેશ થી,માં બાપ તુજ પર મોહયા છે,
તુજ પાંપણો માં અમે સૂરજ નાં કિરણો જોયાં છે.
તુજ હસતા ચહેરા થી, અમે ખુશી નાં શણગાર જોયાં છે,
દોર મુજ હાથ માં રાખી ,પતંગો પર સુખના સંદેશા મોકલ્યા છે.
જીવનભર નો હાર્યો છું,પણ પતાકા વિજય ની તારી છે,
આસમાન મુજ ચરણો માં આપશે, એવી આશ અમારી છે.
જયવંત બગડીયા / કવિરાજ