Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*છોડી દેવુ*
---------------
કોઈને એકાદ બે વાર
સમજાવવું,
કહીએ પણ ન સમજે તો,
ફરી ફરી સમજાવવાનું ...
*છોડી દેવુ.*

છોકરાઓ મોટા થઈ,
પોતાના નિર્ણય લેતા થાય,
તો એમની પાછળ પડવાનું...
*છોડી દેવુ*

આપણાં હાથમાં કાંઈ નથી,
એ અનુભવે સમજાય છે,
ભાવિ પ્રભુને સોંપી
ચિંતા કરી વિચારવુ...
*છોડી દેવુ*

ઈચ્છાઓ અને ક્ષમતા
વચ્ચે વધુ અંતર થવા લાગે,
તો અપેક્ષાઓનો બોજો
લઈ ફરવુ નહીં...
*છોડી દેવુ*

પ્રત્યેકના જીવનનું ચરિત્ર -
ક્ષમતા - સંવેદના
બઘુ જ અલગ જ હોય છે
તેથી તુલના કરવાનું...
*છોડી દેવુ*

જીવન અનુભવોનો
ખજાનો છે, આખી જીંદગી
જીવતાં,નાહક બોજ લેવાનું...
*છોડી દેવુ*


પાસે છે એ પુરતું જ છે,
વધુ મેળવવા ની લાયમાં
ચારેકોર ઝાવા મારવાનું
*છોડી દેવુ*


જાતે સુધારવાનુ શરૂ કરવું,
બીજા સુધરી જશે એવી
કોઇ અપેક્ષા રાખવાનું
*છોડી દેવુ*

હું જ બધું કરૂં છું અને
મારા વિના કાંઈ થાય એમ
નથી, એવા ભ્રમમાં રહેવાનું
*છોડી દેવુ*

મારે કોઈ ની જરૂર નથી
એવા ગુમાનમાં રહેવાનું
*છોડી દેવુ*

આજે તમારો 'દિ છે, કાલે
ન પણ હોય, માટે વાતે વાતે
બીજાનું અપમાન કરવાનું
*છોડી દેવુ*

Gujarati Motivational by Deepak Vyas : 111740035
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now