" કાળજુ વીંધાય "
+ + + + + + + +
કાળજુ વીંધાય જો , આંખ માર ના ;
ઘાયલ થઈ જવાય , આંખ માર ના .
ના ના કર પકડુ જો તારો હાથ ;
સાથ લેવા માંગુ જો તારો સાથ .
બસ , કહેવા દે મારા મનની વાત ;
આ મસ્ત મૌસમ અને તારો સંગાથ .
ભલે જોતાં રહે લોક આ સંસારના ;
જીત મેળવીને જપીશ માનું હું હાર ના .
કાળજુ વીંધાય જો ......
પૂછ મારા દિલને કેવું કેવું થાય ;
પકડે ના પકડાય ધડકન તેજ થૈ જાય .
આ દશા અનુભવાય એક સાથે તો ;
" Bન્દાસ " એનો અર્થ પ્રેમ થયો કહેવાય ;
તને લેવા બાંહોમાં હું કરું વાર ના ;
આવ તું દોડી જલ્દી બહુ કર વિચાર ના .
કાળજુ વીંધાય જો ......
✍️ "Bન્દાસ "
રાકેશ વી સોલંકી