Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" કાયલ છીએ "
* * * * * * * *

કાયલ છીએ તારી કાયાના કામણના ;
આ કાજળ કાળી આંખોની પાંપણના .

ઉન્નત ઉષ્ણ પાયોધર રૂપી ખીલે બે ફૂલ ;
જોઈને મતિ મરે ને થઈ જાય જરૂર કોઈ ભૂલ .
બસ પછી તો થઈ જવા દે પૂરી પ્રેમની રસમ ;
પ્રેમ કરવા છું તૈયાર માંગે તે ચૂકવી દઉં મૂલ .

હું છું તારો કસમ તારા હાથે ખખડે એ કંકણના :
છોડી દે શરમ હટાવી દે વચ્ચેના પરદા આવરણના .

કાયલ છીએ ......

પતલી કમર ને નીચેનો આ નિતંબ પ્રદેશ ;
જેની પર લંબાતા જાય તારા કાળા લાંબા કેશ ;
અડી લેવા દે પકડી લેવા દે બાંહોમાં " Bન્દાસ "
તારી સાથે ગુજારી દઈશ હું બાકીનું જીવન શેષ ;

કુદરત કરે આપણી આ પ્રિતને કોઈ લાગે ગ્રહણ ના ;
જીજાનથી ચાહીશ તને નિસાસા નાંખ ના તું મણના .

કાયલ છીએ ......

✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી

Gujarati Poem by Rakesh Solanki : 111739952
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now