"યોગાનુયોગ"
તું આવે ને બદલે મારા શ્વાસની લય,
તું નીકળે પાસે થી ને ધબકે મારું હૃદય,
થાય ઝણઝણાટ જાણે હોઉં ભ્રમર,
ઈચ્છું કે વિતે બસ આ જ રીતે પુરી ઉંમર.
હર પળ ઝંખું તારી એક ઝલક,
નીરખ્યા કરું તને, ન જપકાવું પલક,
હું બહાર નીકળું ને તને દીસુ શું એ સંજોગ!
કે પછી ઈશ્વર જ કરે છે આ યોગાનુયોગ!
-વિધિ પાલા (@veggiieveganfit)