શીર્ષક - થોડું ચાલીને
થોડું ચાલીને હવે ક્યાંક વીસરી ગયા
રાહ અલગ થઈ અને હદય રડી ગયા
પાનખરને ક્યાંક તો પાણી ખમી ગયા
પાંદડાંને ખરતાં જોઈ ધરા રડી ગયા
થોડું જીવીને શ્વાસ અધૂરા રહી ગયા
અંગ અંગ પ્રેમની પીડા સહી ગયા
"રાધા " કૃષ્ણ વિના પણ દિલમાં વસી ગયા
પ્રેમના શબ્દો સમજાવી એ પણ રડી ગયા .
- ડો.માધવી ઠાકર ✍️