વિશ્વાસ છે મને,
તુ છોડી નહી જાય, દિલ તોડી નહી જાય.....
સારસ બેલડી જેવી પ્રીત છે આપણી.....
જીવ ભલેને જાય સાથ ના છોડાય.......
પ્રેમના પારેવાની પૂજા કરાય,
લાગણીના દરિયામાં દિલ દઈને જીવાય.....
વિશ્વાસ છે મને,
તુ છોડી નહી જાય, દિલ તોડી નહીં જાય........
જિંદગીના માળે મળ્યા છીએ આપણે,
લાગણીના તાતણે બંધાયા છીએ આપણે..
વિશ્વાસ ના વહાણમાં વિતાવી લેશુ જિંદગી ,
મંદ મંદ મુલાકાતો માં માણી લેશુ જિંદગી....
હમસફર બની ને આમજ જીવી લેવાય,
એકમેકના થઈને આમ પ્રીતના પિંજરે પુરાઈ જવાય.
Lots of missing you j💞indagi "યાદ "