લઘુકથા
"નો ઈડિયટ બટ ઈન્ડિયન"
મેઘા ડાર્લિગ તું તો રૂપની પ્રતિમા છો.
ભલભલાને ચળાવનારુ રૂપ તારી પાસે છે.ચાલ ઝટપટ
તૈયાર થઈ જા આપણે એક પાર્ટીમાં જવાનું છે.
ને ન આવું તો?
એ નચાલે. મારા બોસનો ખાસ આગ્રહ છે.અરે, હાં! તું બિલકુલ અલ્ટ્રા મોડર્ન બનજે. જો મારા બોસ ખુશથશે તો મને પ્રમોશન સાથે ભાગીદારી આપશે ... નસીબ ફળશે..
મેઘા પછી હું લખપતિ કરોડપતિ બનીશ મેઘા.
બસ બસ શેખચલ્લી ન બન
પાર્ટીમાં મેઘાનારૂપનો જાદૂ છવાઈ ગયો.અને નફફટ બોસ
એને આલિંગનમાં લેવા ઉતાવળો થયો. હાથમાં વ્હિસ્કીનો
ગ્લાસ લઈ મેઘા પાસે આવી ઓફર કરી તરત જ મેઘાએ એનો હાથ તરછોડી એક તમાચો જડીદીધો.સહુસ્તબ્ધ
પાર્ટીમાંથી ઘરે આવ્યાં
અરે મેઘા, તે આ શું કર્યું? મારાં સપનાનો કચ્ચરઘાણ
વાળી નાંખ્યો તે.
મેઘા બોલી હું તને ખુશ કરીશ પણ બીજાં કોઈને નહીં
પ્લીઝ! મને સમજવાની કોશિશ કર. મારી રક્ષા કરવાની
તારી ફરજ છે તું મારો પતિ છે.
મેઘા તું સાવ ઈડિયટ છે.ના એ તારી ભૂલ છે.હુ ઈંડિયન
નથી પણ ઈન્ડિયન છું!