યાદ કરે ને હેડકી આવે જ એ વાત ખોટી...
ક્યાંક નજર મળે ને પ્રેમ થાય જ એ વાત ખોટી.
વાદળાં હોય એ તો વરસે જ એ વાત ખોટી...
લાગણી હોય એ અનુભવે જ એ વાત ખોટી...
મૌનમાં સમજી જ જાય પોતાના એ વાત ખોટી...
બોલવા થી સમજી જ જાય બીજા એ વાત ખોટી...
રસ્તે ચાલશો તો મંજિલ મળશે જ એ વાત ખોટી...
ક્યાંક બેસશો ને નસીબ ફળશે જ એ વાત ખોટી...
કોઈ કઈ સમજતું જ નથી એ વાત ખોટી...
કોઈ ને કોઈ ની પડી જ નથી એ વાત ખોટી...
જીવન ઘણું જ સરળ છે એ વાત ખોટી...
મૃત્યુ ઘણું જ કસ્ટદાયક છે એ વાત ખોટી...
સમય તો બદલાય છે ને બદલાતો રહેશે જ...
તમે એવા ને એવા રહેશો એ વાત ખોટી...