કેમ આજે મારી છાતી પર હાથ નહીં મૂક્યો હોય, રોજ તો આવી રીતે નથી સૂતો પણ આજે આમ કેમ, આવીને કશું બોલ્યો પણ નહીં, તરત સુઈ જ ગયો. લગ્નનાં અઢી વર્ષ થયા પણ આવું તો કોઈ દિવસ નથી થયું કે મને ગળે મળ્યાં વગર એને ઊંઘ આવી હોય, કશું ખોટું તો નહીં થયું હોય ને, ક્યાંક નોકરીનો કોઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને, ના નોકરીની વાત હોય તો એ હમેશાં મને જણાવે અને એ પણ એકદમ વીગતવાર, છેલ્લા બે દિવસથી સંભોગ પણ નથી કર્યો અને આમ તો બે દિવસ તો કોઈ પણ સંજોગોમાં ખાલી જવાં નથી દેતો અને આજે એક કિસ પણ ના કરી અને ઊંઘી ગયો. બન્ને આંખમાં ઉપાધિ વાળા નાના આસું આવી ગયાં અને હજારો સવાલોના અને એના જવાબ એકલી પોતાની જાતને અપાવવામાં વ્યસ્ત એ પરણિત સ્ત્રી કીમતી ઊંઘ બગાડીને રાતના પોણા ત્રણ વાગ્યા સુધી જાગતી રહી અને જવાબદારીનો બોજ ખંભા પર ટકોરા મારી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે સવારે વહેલું ઉઠવાનું છે અને ટિફિન પણ બનાવવા મહેનત પણ કરવાની છે એટલે અત્યારે જલ્દી સૂઈ જઈશ તો કાલે શરીરને તકલીફ ઓછી પડશે અને આરામ પૂરો થશે.
પણ વાત છે પ્રેમની, જિંદગીનાં એકમાત્ર સહિયરની જેમનું આજે બિહેવિયર એકદમ અલગ લાગ્યું એવું વિચારતી વિચારતી જબરજસ્તી પોતાને સુવડાવતી પ્રીતિ શર્મા ઊંઘી નથી શકતી પણ વિચારોના વંટોળ સાથે ઉડીને ઘૂમ્યા કરે છે એમના પોતાના પતિ મીત શર્મા ઉપર શકની નજરે જોવે છે અને આખી રાત જાગીને સવારનું દુઃખી મને સ્વાગત કરે છે. પોતે વિચારે છે કે દરરોજ સવારે ઊઠીને પહેલા મીત મને રસોડામાં પછાડીથી એકદમ ટાઇટ હગ કરી અને આઠ દસ ચુંબન કરે છે પણ જો આવું કશું કાલે નો બન્યું તો પછી વિગતવાર ચર્ચા કરવા હું તૈયાર થઈશ અને બધુ પૂછીશ.
આગળની વાત હવે મારી નવી વાર્તામાં જાણવાં મળશે જેનુ નામ છે "સંભોગ કે સમસ્યા" ખૂબ જ જલ્દી પહેલો પાર્ટ પ્રકાશિત કરવા જઈ રહ્યો છું, જો તમને વાર્તા અને વાર્તાની વાત સારી લાગે તો તમારો પ્રેમ અને પ્રતિભાવ અને મારાં સુધી એવી અપેક્ષા.
- MD' શૃંગાર