Gujarati Quote in Poem by રોનક જોષી. રાહગીર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://shopizen.page.link/ndRt

આનંદ

વરસતા વરસાદમાં ઘરની ગેલેરીમાંથી પાછળની બાજુ આવેલ ખેતરમાં મોર ઢેલને આનંદ કરતા અને કોયલના મીઠાં ટહુકા સાંભળતા વૈશાલીએ નિલેશને કહ્યું, જો નિલેશ કેટલું મસ્ત વાતાવરણ જામ્યું છે પક્ષીઓ પણ કેટલા મોજથી આજે ઝૂમી રહ્યા છે. એમના મધુર અવાજમાં હું તો... આટલુ બોલતા જ વૈશાલી જાણે ગમગીન થઈ ગઈ એની આંખમાં આંસુ આવી ગયા. નિલેશે એને શાંત કરી કારણ પૂછ્યું, નિલેશ આ કુદરત કેમ આપણી સાથે આમ કરતી હશે?આપણે ઘરે પણ એક પારણું બંધાયું હોત તો અત્યારે આપણે આપણા બાળકનો મધુર અવાજ સાંભળતા હોત ને... નિલેશે વૈશાલીને શાંત કરતા કહ્યું જો ઉદાસ ના થઈશ કુદરત જે સમયે જે કરે છે એ સારા માટે જ કરે છે રડીશ નઈ બાળક નથી તો શું થયું ચાલ આપણે એ ખેતરમાં જઈએ એ પક્ષીઓના અવાજ સાંભળી વરસાદમાં ભીંજાઈએ આનંદ મળશે.બન્ને ખેતરમાં વરસતા વરસાદ અને પક્ષીઓના કલરવની મજા માણતા હતા એવામાં વૈશાલીને નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો એને નિલેશને કહ્યું નીલેશ જો સાંભળ ક્યાંક બાળક રડતું હોય એવુ સંભળાય છે.બન્ને જણાએ જોયું આસપાસ તો એક ઝાડીમાં બાળક પડ્યું હતું વૈશાલીએ તરત ઉંચકી લીધું અને પોતાની સાડીના પાલવથી ઢાંકી વૃક્ષ નીચે જતા રહ્યા. વૈશાલી નિલેશ સામે જોઈ બોલી નિલેશ તમે સાચું કહ્યું હતું કુદરત જે સમયે કરે એ સારુ કરે અને ખેતર આવતા કહ્યું હતું ને આનંદ મળશે ખરેખર આનંદ મળી ગયો. આજથી આનું નામ આનંદ.

લેખક -
રોનક જોષી 'રાહગીર'.

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111738494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now