રાતે સુવા સમયે પણ ધ્યાન હોય મોબાઈલમાં
સવારે ઊઠે ત્યારે સીધું ધ્યાન જાય મોબાઈલમાં
જમવા બેસે ત્યારે પણ ધ્યાન હોય મોબાઇલમાં
વાહન ચલાવતી વખતે પણ ધ્યાન હોય મોબાઈલમાં
ઓફીસ નું કામ કરતી વખતે પણ ધ્યાન હોય મોબાઈલમાં
રસોઈ બનાવતી વખતે પણ ધ્યાન હોય મોબાઈલમાં
બાળક રડતું હોય ત્યારે પણ ધ્યાન હોય મોબાઈલમાં
કોઈ ને ત્યાં પ્રસંગ માં હાજર દરેકનું ધ્યાન હોય મોબાઈલમાં
કોઈ ની સાથે રૂબરૂ અગત્યની વાત કરતી વખતે પણ ધ્યાન હોય મોબાઈલમાં
ઓછો થાય છે સારા માટે ઉપયોગ મોબાઈલ નો
નથી ચાલતું એક મિનિટ ધ્યાન કર્યા વિના મોબાઈલ માં
આમજ થઈ ગયા વ્યસની મોબાઈલ ના.