https://shopizen.page.link/5wnc
'તારી યાદ આવી'
બંધ બારણે પણ જયારે માટીની મીઠી ખુશ્બૂ આવી,
તારી સાથે ભીંજાયેલ દરેક વરસાદની મીઠી યાદ લાવી.
અધૂરા સપનાને આંખ સામે ફરી તાજા કરી લાવી,
પવનના સુસવાટા સાથે તારા શ્વાસને ખેંચી લાવી.
ક્યાં છે તું આજે અને કેમ છે તું નથી જાણતો હું,
આ વર્ષારાણી તારા વિરહની યાદના ફરી આંસુ લાવી.
હતા સાથે આપણે ત્યારે તોતા-મેનાની જેમ જીવતા,
કુદરતના ખોળે શું ખોટ પડી તો આ જિંદગીમાં જુદાઈ આવી.
વરસતા વરસાદમાં છલોછલ આંખ ભરાઈ આવી,
આ પવનની લહેર ના જાણે કેટકેટલા સંદેશા લાવી.
હળવાશની પળોમાં મારી લાગણીઓ વરસી આવી,
ઉરમાં ઉભરાયેલી ઊર્મિ કાવ્ય બની બહાર આવી.
-
રોનક જોષી 'રાહગીર'.