જોડી હોય છે ,જગતમાં સ્ત્રી, પુરુષની,જેમાં એકબીજાના સહારે જીવનસાથી તરીકે જીવન પૂરું થાય છે,
જોડી હોય છે, જગતમાં લોહીના સંબંધ વતી ભાઈ, બહેનની .નસીબદાર હોય છે કે જેમને ભાઈ ,બેનની લાગણીભર્યા હેત મળ્યા હોય.
જોડી હોય છે, પ્રિય સખીઓની કે જિંદગીના કેટલાક સમયમાં સાથે રહીને સહિયારો સગાંથ થકી આપણામાં ખુશી ભરી જાય છે.
જોડી હોય છે,જગતમાં જેઠાણી, દેરાણીની કે જેમનો સંબધ અજોડ હોય છે.થોડીક નોક,.ઝોક પણ લાગણીઓ મીઠી.
જોડી હોય છે, નણંદ,ભાભીની ,જેમાં એક સારી સખીનો પ્રેમભાવ ભરેલો હોય છે.
જોડી હોય છે, સાસુ ,વહુની, જેમાં માં ,દીકરીના
લાગણીભર્યા સંબંધના દર્શન જોવા મળે છે.
-Bhanuben Prajapati