કોઇ વાત ની ખુશી છે જે કોઈ ને કહેવાય તેમ નથી,
વગર વાત નું દુઃખ છે જે સહેવાય તેમ નથી,
કોઇનો ગુસ્સો ઉતારવો છે જે રોકાય તેમ નથી,
બસ મન મૂકીને રડવું છે પણ છલકાવાય તેમ નથી,
ખૂલીને હસવું છે પણ દાંત દેખાડવાના નથી,
કોઇને સ્ટૉક કરવું છે જાતે કરાય તેમ નથી,
તારી સાથે લડવું છે પણ તારા વિના રહેવાય તેમ નથી,
આ બધી જ સમસ્યાઓના ઉકેલ નું એક જ સરનામું એટલે "યાર..." તમને ભૂલાય તેમ નથી.
@vicharo_ne_vacha