માગેલું હર કોઈ લાવી આપે,
ના માગેલું પણ લાવી આપે,
ના કરી ક્યારેય પૈસા ની ચિંતા,
કરી અમારી બધી ફરમાઈશ પૂરી,
અગણિત ચિંતાઓ હોવા છતાં,
સ્વભાવ જેમનો છે સાવ શાંત,
એવાજ એમના છોકરાવ છે મસ્તીખોર,
કરે જ્યારે બાળકો એક બીજાની મસ્તી,
ના ગમે એમને બાળકો ની મસ્તી,
છતાં ક્યારેય ન બોલે કોઈ ને કઈ,
એવા છે મારા પિતા મારા આદર્શ,
સદા રહે એમનો હાથ આ શિર પર,
જ્યાં સુધી ના આવે આ જીવનનો અંત.