પ્રેમ તો થઈ રહ્યો અને મને થઈ ગયો
એવી વાતો કરતા થઇ ગયા લોકો
પ્રેમની ભાષા ને એતો ભૂલી ગયો
એવી રીતે લોકોને ઠગી ગયો
પ્રેમથી અંદરના ખૂણે કોતરાઈ ગયો
એવા લોકોના દિલ દઝાડી ગયો.
પ્રેમની અમર વાતો એ કહેતો થઈ ગયો
લોકોના ત્યાગ, બલિદાન લઈ ગયો
પ્રેમમાં લોકોને પાગલ કરી ગયો
સમાજ એક નવી ઉડાન ભરી ગયો
પ્રેમમાં પ્રેમીની આંખમાં પરોવાઈ ગયો
એક પ્રેમભરી દાસ્તાન બનાવી ગયો.
પ્રેમના અંધકારમાં અજવાળું કરી ગયો,
પ્રેમિકાના બારણે ટકોરા એ મારી ગયો.
પ્રેમમાં વફાદારીના પાઠ શીખવી ગયો,
બેવફાઈની ભાષાને કંડારી ગયો.
પ્રેમમાં લોકોના ભાવને એ સમજી ગયો,
પ્રેમમાં હતો ત્યાં આવીને અટકી ગયો.
-Bhanuben Prajapati