💠
*ખરેખર, સ્ત્રી કેટલી જલદી*
*ખુશ થઈ જાય છે.*
બે મીઠા શબ્દ બોલીને
પતિ કહી દે
વાહ આજે તું
સરસ દેખાય છે,
સ્ત્રીનું દિલ
ખુશીથી જુમી ઉઠે છે.
*ખરેખર, સ્ત્રી કેટલી જલદી*
*ખુશ થઈ જાય છે.*
જો સાસુ સસરા કહે વાહ
મારી વહુ જેવું કોઈ નઇ,
તો એ દિવસથી
માબાપને ભૂલવા લાગે છે,
સ્ત્રીની લાગણી
જલદી પીગળી જાય છે.
*ખરેખર, સ્ત્રી કેટલી જલદી*
*ખુશ થઈ જાય છે.*
બાળકો કહે, વાહ મમ્મી !
તું અમને કેટલું સમજે,
અમને ભાવતું રોજ પીરસે
તો ડબલ ઉત્સાહથી
એ કામે લાગી જાય છે,
*ખરેખર, સ્ત્રી કેટલી જલ્દી*
*ખુશ થઈ જાય છે.*
સ્ત્રી તો બે મીઠા બોલની
ભૂખી હોય છે
એ સતત
પોતાના સન્માનને શોધે છે:
ક્યારેક પતિની આંખોમાં,
ક્યારેક બાળકોના સ્વપ્નમાં
સબંધોના એ મેળામાં-
*ખરેખર, સ્ત્રી કેટલી જલ્દી*
*ખુશ થઈ જાય છે.*
સ્ત્રી
પરિવારનો ભાર વહે જાય છે
બસ લાગણીના બે શબ્દોની
એને ભૂખ છે,
હસતા ચહેરામાં
એ ખુદને સમાવીને રાખે છે
*ખરેખર, સ્ત્રી જલ્દી*
*ખુશ થઈ જાય છે.*
પોતાને મિટાવી દે
પણ પરિવારને સાચવે
જિંદગી પેદા કરવા પોતાને
દાવ ઉપર લગાવી દે,
કાશ કોઈ એને સમજે,
પ્યારથી એને સાચવે
*ખરેખર, સ્ત્રી જલદી*
*ખુશ થઈ જાય છે.*
💠
આજે ડોકટરે કહ્યું કે "હવે બહુ નીચા ના નમશો નહિતર તકલીફ ઊભી થાશે કેમ કે હવે તમારી કરોડરજ્જૂ માં ગેપ આવી ગયો છે તો વધુ નીચા નમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.
આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું.
જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા.
કેમ કે આ શબ્દ તો બાળપણ થી જ ઘર ના વડીલો અને સમાજ ના મોઢે સાંભળતી આવી છું.
"નમી ને રહેવું," "સ્ત્રી નમી ને રહે તો જ સબંધ, ગૃહસ્થી અને પ્રેમ ટકી રહે છે."
બસ આવું સાંભળી ને નીચી નમતી જ રહી, નમતી જ રહી અને ભૂલી ગઈ કે મારે પણ એક કરોડરજ્જૂ છે અને આજ સુધી ઘર માં થી કે સમાજ માંથી કોઈ ના બોલ્યું, પણ એ કરોડરજ્જૂ બોલી કે...
"હવે ના નમતી."
હું વિચારતી રહી કે સતત નમવા થી કરોડરજ્જૂ માં ગેપ રહી ગયો એ દેખાણુ, પણ આજ સુધી સતત નમતા રહેવાથી બાળપણ થી આજ સુધી બીજે ક્યાં ક્યાં ગેપ રહી ગયા એ કેમ ના દેખાણુ?
અસ્તિત્વ માં ગેપ રહી ગયો, અંતરાત્મા માં ગેપ રહી ગયો, નાનપણ થી જોયેલા દરેક સપના માં ગેપ રહી ગયો, એ બધા ગેપ કોઈ ને કેમ ના દેખાણા?
*- ઘર ને ઘર બનાવવા વાળી દરેક સ્ત્રી ને અર્પણ.*
cp
🙏🙏🙏