ચાલને સખી એક આંટો મારી આવીએ,
થોડુક બહાર હાસ્ય મેળવી આવીએ.
ચાલને સખી બહારની હવા લઈ આવીએ
થોડીક ખુશીની પલ મેળવી આવીએ
ચાલને સખી સ્વપ્નાની દુનિયા જોઈ આવીએ
થોડુક સ્વપ્નમાં દુનિયા ફરી આવીએ.
ચાલને સખી નવી સિનેમા જોઈ આવીએ,
થોડીક દુઃખીદિલમાં ખુશી ભરી આવીએ.
ચાલને સખી વર્ષાની મોસમ માણી આવીએ,
થોડીક પાણીની બુંદને દિલમાં ભરી આવીએ
ચાલને સખી સોનેરી સવારને માણી આવીએ
થોડાક ખુલ્લા આકાશમાં મન ભરી આવીએ
ચાલને સખી ગામને પાદર જઈને આવીએ
થોડીક પાદરની યાદો દિલમાં ભરી આવીએ
ચાલને સખી અંતિમવેળા એ મલી આવીએ
થોડીક જુદાઈ અને ગમ ભરીને આવીએ
-Bhanuben Prajapati