અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં 37 વર્ષના એક વ્યક્તિની યાદશક્તિ 20 વર્ષ પાછળ રાતોરાત જતી રહી છે.
આવું વાંચીને કાયમ પત્ની ના ટોણા સાંભળી ને કંટાળી ગયેલો
40 વર્ષના ચંદુ ને પણ થયું કે હું પણ કાલ સવારથી ભૂલી જવાની એક્ટિંગ ચાલુ કરી દઉં, પત્ની તરફથી જે sympathy મળી તે સાચું,
સવારે ચંદુ ઉઠયો ને ભાઈએ તો એક્ટિંગ ચાલુ કરી,
હું ક્યાં છું? થી માંડીને કોલેજ ની બેગ લઈને કોલેજ જવા પણ નિકળ્યો ને...
ચંદ્રિકા એ ચંદુ ને પૂછ્યું કે
'યાદ છે આપણે બે વર્ષ પહેલા સાપુતારા પ્રવાસે ગયા હતા અને ત્યાં એક રૂપાળી યુવતી *રોમા* સાથે તને સરસ ફાવી ગયું હતું, તે હમણાં ક્યાં છે એ ખબર છે '
'હા, યાદ છે ને, અમે ગઈકાલે તો મળેલા '....
તાજા સમાચાર પ્રમાણે ચંદુ ને મલ્ટિપલ ફ્રેક્ચર છે અને એ કોઈ હોસ્પિટલમાં દાખલ છે....
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😜
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)