જિંદગી એક સફર
કોઈ પોતાનું રૂઠ્યું તો કોઈ અંગત છૂટ્યું,
જિંદગીના રંગમંચ પર ના જાણે કોણ કોણ તૂટ્યું.
હું બેઠો જ છુ ને ચિંતા ના કર આમ તો સૌ કોઈ બોલ્યું,
જરૂરિયાત પુરી થતા જ સૌ કોઈએ મોઢું ફેરવી આંગણું છોડ્યું.
આપી દિલાસો દિલને દિવસભર ખુબ સમજાવ્યું,
તોપણ ખોટી આશ રાખી એતો જીવનભર તૂટ્યું.
પોતાના પારકા થયા ને પારકા થયા પોતાના,
જિંદગીની આ રમતમાંથી કોણ કોણ છૂટ્યું.
સાથે આવવાનું કહી સૌ કોઈ સ્મશાને છૂટ્યું,
ઉભો થઈ જોયું બધે તો હર કોઈ પાછુ રૂઠ્યું.
-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી 'રાહગીર'.
ઉંટવા.
https://storymirror.com/read/poem/gujarati/f8b9sq4j/jindgii-ek-sphr/detail