માળિયાનો સંબંધ
સંબધો સાચવવા એટલે કાચના વાસણો સાચવવા.
અને આ સંબંધોમાં એક સંબધ એવો હોય છે જે આપણને સાચવતો હોય છે.જેના માટે કહેવું હોય તો કહી શકાય કે આ સંબંધ ઘરમાં રહેલા માળિયા જેવો હોય છે. જેમ ઘરમાં માળિયું જરૂરી છે, પરંતુ તે ઘરે આવેલા મહેમાનને આપણે બતાવતા નથી અને કાયમ તેના પર પડદો પાડેલો રાખીએ છીએ.. આપણા ઘરની એવી વસ્તુઓ જે લાંબા ગાળે કામ આવે તેવી હોય છે તે આપણે ત્યાં ઠાલવતા હોઈએ છીએ. આ સંબંધ પણ એવો જ છે. જે આપણા વિચારો કે વર્તન જે આપણે કોઈને ના કહી શકતા હોઈએ. મન જ્યારે હળવું કરવું હોય. ત્યારે આપણે આ માળિયા રૂપી સંબંધમાં આપણા વિચારો ઠાલવતા હોઈએ છીએ.
જેમ માલિણી રોજે - રોજ જરૂર નથી પડતી. કોઈ ખાસ વસ્તુ માટે કે કોઈ ખાસ પ્રસંગે જ માળિયાની જરૂર પડતી હોય છે. તેમ આ સંબંધ પણ આપણે ખૂબ જ ખુશ હોઈએ કે અત્યંત દુઃખી હોઈએ ત્યારે આપણને આ સંબંધ યાદ આવતો હોય છે.
માળિયા વગરનું ઘર મકાન લાગે અને આવા માળિયા જેવા સંબંધ વગર બાકીના સંબંધો માત્ર ઔપચારિકતા જેવા, સાચવવા પૂરતા સંબંધો લાગે છે. જેની માવજત કરતું રહેવું પડે છે. કોઈને ખોટું ના લાગી જાય કે તેમને કેવું લાગશે. જેવી ચિંતા કોરી ખાતી હોય છે. આવા સંબંધો માટે છાસ નહિ પરંતુ આઈસ્ક્રીમ પણ ફૂંકી ફૂંકી ને પીવો પડતો હોય તેવી હાલત હોય છે.
અંતે દરેકના જીવનમાં આવો માળિયા જેવો સંબંધ કોઈ ને કોઈ સ્વરૂપે હોય જે છે. તો આવા સંબંધ ને પણ યાદ કરતા રહેવું જોઈએ જેથી તેમા રહેલ વસ્તુઓ કે વિચારો ભંગાર ના થયી જાય. અર્પણ દરેકના જીવનમાં આવા માળિયા જેવા સંબંધને.
Paresh prajapati