દિલની લાગણી
દિલ કહે છે કે તને ત્યાં આવીને મારી આંખોમાં ભરી લવું.
તને સમેટીને જિંદગીના પ્રેમના અધુરા પાઠ પૂરા કરી લવું.
દિલ કહે છે થોડીવાર એકાંતની પળ આવીને માણી જવું,
જિંદગીની અધૂરી વાતો આવીને કહી જાઉં.
દિલ કહે છે કે તને એક તસવીરમાં ભરી જવું,
જીવનભર તેની સાથે મારી ખુશીની પળો વિતાવતી જાઉં.
દિલ કહે છે કે થોડીવાર એની આંખોમાં સમાઈ જવું,
પલભરની મીઠી જિંદગીની પ્રેમભરી લાગણી આપતી જાઉં.
🌹આભાર 🌹