*શરાફત નડે છે!*
***************
*ક્ષણે- ક્ષણે એની નજાકત અડે છે,*
*ઇબાદત કરું ત્યાં ખુરાફત નડે છે.*
*અદાઓ તો કતલ કરી દે છે મારું*
*હિમાકત કરું ત્યાં ઈનાયત નડે છે .*
*આદત નથી હું ક્યાંયે મસ્તક નમાવું,*
*એની સામે જ એની મહોબત અડે છે.*
*એની કુરબતમાં રહેવા ચાહું સદા હું,*
*ત્યાં પણ એની ઈજાજત નડે છે.*
*રોકી હું રાખુ મારા "કુલ " હ્રદયને,*
*શરારત કરું ત્યાં એની શરાફત નડે છે.*
*કુંતલ ભટ્ટ "કુલ "*
*સુરત*