દિલમાંથી પ્રેમનો એક અવાજ આવ્યો રાધે,
જાણે હું ,તારા પ્રેમમાં ખોવાઈ ગઈ.
સ્વપ્નમાં આવ્યા રાધે તમાંરા રાતભર,
જાણે હું,સ્વપ્નમાં ખોવાઈ ગઈ.
લીધા રાધે સાથે જીવવા,મારવા ના કોલ
જાણે હું કોલ લેવાનું ભૂલી ગઈ
જિંદગીની રાહમાં હાથ મારો તમેં પકડ્યો,
જાણે હું રાહમાં જ ખોવાઈ ગઈ.
કેટલા કંટક વેરાયા છતાં મુલાકાત થઈ
. જાણે મુલાકાત માં રાધે ખોવાઇ ગઇ
સમાજના બંધનો હવે કોરી ખાય રાધે
જાણે પ્રેમ માં રાધા તડપતી રહી ગઈ
પ્રેમ માં કુરબાની આપવા તૈયાર થઈ ગઈ,
જાણે કુરબાની પ્રેમની થઈ ગઈ
પ્રેમ કરીને રાધા તમારા નિસ્વાર્થ પ્રેમ પામી ગઈ,
જાણે રાધા ,રાધે ની દિલથી બની ગઈ.
-Bhanuben Prajapati