જિંદગીની રાહમાં જાણે કોઈ રહભર મલી ગયું.
જોયા હતા સ્વપ્નો એ દિલદાર મલી ગયું.
સુના હતા મન એ અમારા મન ભરી ગયું.
લીધા અમે વચન પ્રેમનાં એ મન મલી ગયું.
જિંદગીના સોદામાં પ્રેમનું બલિદાન દેવાઈ ગયું.
કોને કહેવી દિલનું દર્દ ખૂબ વધી ગયું.
હતા પોતાના એ લોકો શર્ત કરી ગયા.
અમે એટલા પાગલ નિસ્વાર્થ બની ગયા.
ઈજ્જત અને આબરૂની આડમાં હોમાઈ ગયા.
દસ્તુર દુનિયાનો એ લોકો સ્વાર્થી બની ગયા.
અમે બંને પ્રેમી બિચારા,બાપડા બની
ગયા.
પ્રેમની એક કહાની દોસ્તો ઇતિહાસ બની ગઈ.
અહી કોઈની પ્રેમની જોડી લેલા મજનું બની ગઈ
-Bhanuben Prajapati