દિલમાંથી એક અવાજ આવ્યો પ્રિયે
જાણે હું ,તારામાં ખોવાઈ ગઈ
સ્વપ્નમાં આવ્યા પ્રિય તમેં રાતભર
જાણે હું,સ્વપ્નમાં ખોવાઈ ગઈ
લીધા મે વચન સાથે જીવવા ના કોલ
જાણે હું કોલ લેવાના ભૂલી ગઈ
જિંદગીની રાહમાં સાથ તમેં પકડ્યો
જાણે હું રાહમાં જ ખોવાઈ ગઈ
કેટલા કંટક વેરાયા છતાં મુલાકાત થયી
. જાણે મુલાકાત માં ખોવાઇ ગઇ
સમાજના બંધનો હવે કોરી ખાય પ્રિયે
જાણે પ્રેમ માં હું તડપતી રહી ગઈ
પ્રેમ માં કુરબાની આપવા તૈયાર થઈ ગયી
જાણે કુરબાની પ્રેમની થઈ ગઈ
પ્રેમ કરીને હું તમારા નિસ્વાર્થ પ્રેમ પામી ગયી
જાણે હું તમારી રાધા બની ગઈ.
...
-Bhanuben Prajapati