ભરી નજરે મે તેમના સ્વપ્નાં જોયા,
દિલમાં જાણે પ્રકાશ ફેલાઈ ગયો.
રાહ ભરી નજર હું જોતી રહી,
મનમાં એક ખુશી ફેલાઈ ગઈ
કોની રાહ જુવે ,એ હવે મોડું થશે,
દિવસ પૂરો અહી થયી ગયો.
હું એમનાં દીદાર કરતા દેખી રહી,
અચાનક કોઈ પરી આવી ગઈ
ભરી નજરે મે જેમને સ્વપ્નાં જોયા
નજર સામેથી એમને લઈ ગયી.
જેમને દિલમાં થોડોક પ્રકાશ જોયો
એજ અંધકાર ભરી નીકળી ગયા.
-Bhanuben Prajapati