હું ક્યાં કહું છું કે તું મને પ્રેમ કર,
બસ જિંદગીની સફરમાં એક દોસ્ત બનીને રહે એટલું જ ઘણું,
હું ક્યાં કહું છું કે હર હંમેશ સાથે જ રહે,
બસ જિંદગીના મુશ્કેલ સમયમાં તારો સાથ મળી રહે એટલું જ ઘણું,
હું ક્યાં કહું છું કે તું મારા પર હક્ક જતાવ,
બસ ક્યારેક મારી આ પતજડ જિંદગીમાં તારી લાગણીની હુંફ મળી રહે એટલું જ ઘણું,
હું કયાં કહું છું કે તું મારા પર ગુસ્સો ના કર,
બસ ક્યારેક પ્રેમભરી નજરે બે ઘડી જોઈ લે તો પણ એટલું જ ઘણું,
હું ક્યાં કહું છું કે તું મારી સાથે રોજ વાત કર,
ક્યારેક વગર કહે મારા દિલની વાત સમજી જાય તો પણ એટલું જ ઘણું...
#Always smile 😊❤️
✍️Meera soneji