" દિકરી "
નાની નાની વસ્તુઓની જીદ્દ કરનારી,
આજે મોટી મોટી વાતો સમજી જાય છે.
માઁના ખોળામાં રડી દિલ હળવું કરનારી,
આજે કોઈ ખૂણામાં રડી પોતાની જાતને સાચવી જાણે છે.
પોતાનું કહેલું ન થતાં આખું ઘર માથે લેતી,
આજે પોતાની ઈચ્છા મારી, બીજાની ખુશી પોતાનું સૌભાગ્ય ગણે છે.
વાતો વાતોમાં રિસામણા લઈ લેતી,
આજે બધી વાતો ખુશી થી સ્વીકારી જાણે છે.
બોલી બોલીને, બધાને પકાવી નાંખનારી,
આજે મન લગાવી બીજાના મનને સાંભળવાની કળા રાખે છે.
મને આ જોવે, મને પેલું જોવે, મોજથી જીવનારી,
આજે પોતાના પહેલાં બીજાનો વિચાર કરે છે.
ખરેખર એક દિકરી લગ્નનું પાનેતર ઓઢી,
જવાબદારી અને સમજદારીનો કેવો શૃંગાર કરી જાણે છે.
-Vaishali Rathod