ક્યારેય આથમતી સંધ્યાએ લાલ આકાશને જોતા હું સાંભરું છું તને ?
કોઈ ગમતું પુસ્તક વાંચતાં વાંચતાં આજે પણ
તારી આંખો ભીની થાય છે ?
અનાયાસે મારી પસંદનું કોઈ ગીત તારા
સાંભળવામાં આવી જાય ત્યારે કશું થાય છે ?
જૂના પુસ્તકની અધવચ્ચે મૂકાયેલા કોઈ બૂકમાર્કમાંથી મારી સુગંધ નીકળે છે ?
કોઈ સાવ અંગત માણસ તારી care કરે એવી અપેક્ષા ઊંડે ઊંડે જાગે
ત્યારે કઈ ખોટ વરતાય છે ?
બોલને, તું હજુયે મને બેહદ ચાહે છે ને?
આ એનાં પુરાવા આપે છેને ?
બોલ, તું મને યાદ કરે છે ???