== ગુરુ પૂર્ણિમા ==
'ईश्वर क्रिपा से गुरु मिले
गुरु क्रिपा से ईश्वर मिले'
સંત કૃપા એ પ્રભુ નો જો સાક્ષાત્કાર કરવો હોય તો મનની મોટપ તડકે મુકી નર્યુ નિર્માલીપણું ધરવું રહ્યું. જીવતરની મેલી ચાદરે દર્શન ની પ્રસાદી કેમ કરી ગાંઠે બંધાય.
એક પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે આપણે રોજ-રોજ સ્નાન કરીએ છતાં આપણો પરસેવો વાસ મારે ને આ અમૂક સંતો-મહંતો જીવનપર્યત સ્નાન નથી કરતાં છતાં તેમના દેહ દુર્ગંધ કેમ નથી મારતા ત્યારે મેં મારી સમજ પ્રમાણે જવાબ આપ્યો હતો કે આપણે સાબુ,સેમ્પુ થી સ્નાન કરીએ માટે આપણા શરીરે વાસ રહે છે ને સંતો સાદગી,સંયમ ને સદગુણોએ સ્નાન કરે છે માટે તેમના દેહે સુવાસ રહે છે. જગતના એ તમામ માર્ગદર્શા ગુરુઓ ને સાદર વંદન જેમણે જાણતે-અજાણતે મારાં જીવન ઘડતરે ખૌબ મોટો ભાગ ભજવ્યો છે.
આપ કુશળ હશો તેવી આશા સહ આપનાં હાસ્ય સેવક હાસ્ય કલાકાર-ટી વી કલાકાર-RJ હરપાલસિંહ ઝાલા-ગાંધીનગર-અમદાવાદ ના ઝાઝેરા હાસ્યાસ્કાર