આરસી માં જોયું તો ખુદ ની જ તસવીર નહીં ;
_______________________________
મુજ આરસી માં જોયું તો, મારી આરસી માં મારી જ તસવીર નહીં,
તુલસી નાં છોડ માં જોયું તો ,કૃષ્ણનો દરબાર જ નહીં.
પ્રભાત નાં પુષ્પો ને ચૂંટી ભર્યા હતા , નિજ ટોકરી માં,
ઘરે આવી ને જોયું તો તેમાં ગુલાબ ની ફોરમ જ નહીં.
જીવન આખી ની તપસ્યા થી વાદળો ને ભર્યા હતા અતિ ઘનઘોર,
પણ જરૂર હતી ત્યારે જ વાદળી તો વરસી જ નહીં.
આંખો થી આંસુ સરકતા હતા,પણ અફસોસ...,મુજ હાથો ને એની ખબર જ નહીં,
ચીસો મારતા હતા દર્દો બધા,પણ તાન માં પાછળ વળી ને જોયું જ નહીં.
વાંકો વળી વળી, સુખ ને વાવતો રહયો છું જીંદગીભર,
પાણી પાવા છતાં જોયું તો,વાવણી ઉગી જ નહી.
કર્મ નાં હાથે જગત નાં દરબાર માં , ચિત્રો દોર્યા હતા અતિ સુંદર,
પણ નસીબ ની રેખા ઓ ને રસ્તો મળ્યો જ નહી.
શરીર ને સાચવ્યું છે ખુદ થી પણ વિશેષ જીંદગીભર,
પણ આજે જ ખબર પડી કે આત્મા જ તમારો છે, શરીર કોઈ નું જ નહીં,
અફસોસ ન કર,આરસી આભાષી છે,તે કોઈ ની તસવીર નહી,
પ્રભુ નાં દરબાર માં આધાર કાર્ડ ની કોઈ જરૂર જ નહીં.
છતાં અફસોસ એટલો કે મુજ આરસી માં મારી તસવીર જ નહી.
આરસી મારી છતાં મારી તસવીર નહી.