એમની યાદ આવતા જ
મેં હૈયાફાટ થોડું રડી લીધું
એ નકટી છે કીધા વિના આવે
તારી યાદને થોડું વઢી લીધું
આજે સપનામાં આવ્યાં તાં એ
કીધું પહેલાની જેમ જમી લીધું
તમારી યાદો ને યાદ કરીને તો
મેં પણ મનમાં થોડું હસી લીધું
થયો ને અહેસાસ તને પણ
એમ મેં મારી જાતને પુછી લીધું
: ચૌહાણ તુષાર