Gujarati Quote in Romance by Vidhi Vanjara Radhi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું માન કે ન માન, આજીવન તને આમ જ ચાહી શકું,
દુનિયાનો દરિયો ઊંડો છે, સાથ આપે તો માપી શકું.

ખિસ્સા ખાલી છે વર્ષોથી, વ્હાલ અઢળક આપી શકું,
તું સહમતી આપ તો, તને દિલમાં મોત સુધી રાખી શકું.

કાંટાથી ભરેલાં રસ્તા છે ભલે, સાચાં રસ્તે વાળી શકું,
એકાદ ભૂલ થાય તો પણ, સમય સઘળો કાપી શકું.

સંસાર ખારો છે, સાંભળ્યું પણ તારી સાથે ચાખી શકું,
વિધ્નો અનેક છે, તારાં સથવારે અડચણ ટાળી શકું.

એકપણ દુઃખને સ્પર્શ્યા વિના, સુખ તમામ માણી શકું,
ભાગ્યશાળી થાઉં જો જીવનમાં તારો સાથ પામી શકું.

- વિધિ વણજારા "રાધિ"

Gujarati Romance by Vidhi Vanjara Radhi : 111733877
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now