બાળપણ નો પ્રેમ અજીબ હોય છે,
જેમની સાથે રમીએ એમની જ સાથે ઝઘડો થાય છે,
એક ક્ષણ માં કરીએ કિટ્ટા બીજી જ ક્ષણ માં કરીએ બુચ્ચા,
જેમની સાથે જમીએ એમની સાથે જ ભણીએ છીએ,
જેમને કરીએ અઢળક પ્રેમ એમના પર જ ગુસ્સો કરીયે છીએ,
જેમની સાથે રેહવાથી થાય ઝઘડો એમના દૂર જવાથી રડવું આવે છે,
મોટા થયા ખોવાણું બાળપણ અને
સાથે ખોવાણો ભાઈ બહેનનો બાળપણનો પ્રેમ,
આ છે મારી પ્રેમકથા.......