Gujarati Quote in Poem by Harshita Makawana

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🏫સ્કૂલ ના દિવસો 🏫
હા,યાદ આવશે એ દિવસ
હા,યાદ આવશે એ દિવસો
મારું કેહવું કંઈક એવું છે
બે વર્ષ ની આ વાત છે
દોસ્તી ની યાદો જુની થઈ રહી છે
યાદ આવશે અહીંથી ઘણું
કેમ કે આ પળો જુની થઈ રહી છે
હા યાદ આવશે એક પળે
આપણે કોઈ ને ઓળખતાં ન હતા
અને યાદ આવશે એની બીજી જ
પળે આપણે તેમના મિત્રો હતા
હા યાદ આવશે કે આપણે બે વર્ષ
પહેલા શા માટે મળ્યા હતા
હા યાદ આવશે કે આપણે બે વર્ષ
પછી શા માટે છૂટા પડ્યા
હા યાદ રહેશે સ્કૂલની બહાર
મળતા સમોસા નો સ્વાદ
હા યાદ રહેશે પાણીની બોટલ
ભરવાના બહાને આખી સ્કૂલ ફરવાનો આનંદ
હા યાદ રહેશે સ્કૂલ થી ઘર
સુધી નો રસ્તો ઘણો લાંબો રહ્યો
પરંતુ આ રસ્તા પર મારા
મિત્રો નો ઘણો સાથ રહ્યો
શું લખું સ્કૂલ ના છેલ્લા દિવસ વિશે
શું લખું સ્કૂલ ના છેલ્લા દિવસ વિશે
કે ખુશી હતી કોલેજમાં જવાની
પણ દુઃખ હતું સ્કૂલ છુટયા નું..
હા દુઃખ હતું મિત્રોના સાથ છુટયા નું
હા યાદ આવશે સ્કૂલ ના મિત્રો સાથે
છેલ્લી બેન્ચ પર બેસીને કરેલી મસ્તી
હા , આ દિવસો બહુ યાદ આવશે...
Missing school days

✍️harshita makawana✍️

Gujarati Poem by Harshita Makawana : 111732736
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now