"હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !
હવે માટીની સુગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,એવું કાંઈ નહીં !
કોઈના પાલવની ઝૂલ,ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં....!!"