*સમસ્યા*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
જીવન બદલે, લોકો બદલે, ત્યારે કશું ના થાય !
*એક સમસ્યામાં; , ખોટું શું છે* ?
કહો છો કે, વ્યક્તિ વ્યક્તિના મુખોને જોવા છે !
*તો, એક સમસ્યામાં ખોટું શું છે* ?
મિત્રો સગ્ગા અને સબંધી કોણ કેવું છે ?
*સમસ્યાએ ખબર પડે, તો ખોટું શું છે* ?
મોટી મોટી વાતો કરવા વાળા, ચુપ થઈ બેસે !
*સમસ્યાને લીધે, તો એમાં ખોટું શું છે* ?
ભગવાને અણધારી નાખી સમસ્યાને !
ઓળખાવવા પોતાનાઓના રૂપને !
*તો એ સમસ્યામાં ખોટું શું છે* ?
લાગણી; પ્રેમ; પોતાના પન, એ બધું અલગ થઈ ગયું !
*તો ભગવાને આપેલી સમસ્યામાં ખોટું શું છે* ?
જે થાય છે, સારા માટે જ થાય છે,
કર્મોના અહીંયા હિસાબ દરેકના થાય છે,
એક સમસ્યા રસ્તા ખોલતા થાય છે,
*તો સમસ્યાને આવવામાં, ખોટું શું છે* ?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD