મજામાં છું કેહવુ ને અંદર થી ડરવું,,,,.
દર્દ દબાવી ને રીબાતા રેવું,,,,.
સમંદર જેવા તોફાનો જીલવા,,,
ને ખુદા નો આભાર માનવો.
ઘણું બધું ભૂલી ને નવું અપનાવીને,,,
કરમો નાં ફળ છે એવું માની ને,,,
માનવી કેટલા દર્દ સહે છે,
ને આખી દુનિયા તુને ભજે છે...
શેની નારાજી ને શાને ખફા છે,,,?
યા તો તું મંગળ મંદિર ખોલી દે,,
યા તો તું માનવ માં શક્તિ ભરી દે.
શાને રિસાયો તું મારા વાલા?
એક વાર તું સૌની અરજી સુણી લે.....