Gujarati Quote in Poem by રોનક જોષી. રાહગીર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtube.com/shorts/1M7ykYE7bd8?feature=share


Please Subscribe My YouTube Channel.


નામ - રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
ઉપનામ - રાહગીર.
ગામ - ઉંટવા, તા-કડી.
શબ્દ - દીપક
વિભાગ - પદ્ય
પ્રકાર - મૌલિક
શીર્ષક - "અંધકાર ભગાવીએ".

દીપક પ્રગટાવી ચાલો અંધકાર ભગાવીએ,
ખોવાયેલ ઉમ્મીદને ફરી એકવાર જગાડીએ.

હતાશામાં ઉતરેલાને ચાલો હિંમત જગાડીએ,
એકલતાને દુર કરાવી આત્મીયતા વધારીએ.

મનથી મુરઝાયેલાના મનમાં ઉમંગ વધારીએ,
સુકાઈ ગયેલી આંખોમાં ફરી સ્વપ્ન બતાવીએ.

નાત-જાતના વાડાથી ઉપર ઊઠી માનવતા અપનાવીએ,
માણસ છીએ તો ચાલો માણસાઈની જ્યોત પ્રગટાવીએ.

ધર્મ-અધર્મની વાત છોડીને કર્મનો રસ્તો અપનાવીએ,
શરૂઆત આપણાથી જ કરી લાંબી લાઈન લગાવીએ.

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111730728
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now